અમદાવાદઃ નવી દિલ્હીની ફેરવેલ્થ સિકયોરીટી લિમિટેડ કંપનીનું રૂ. ૧૦૩ કરોડમાં ઉઠમણું થઇ જતાં અમદાવાદના સંખ્યાબંધ રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા છે. ૧૪મી ઓક્ટોબરે રોકાણકારોએ સી. જી. રોડ વ્હાઇટ હાઉસની પાછળ આવેલી સેબી હાઉસની સામે દેખાવો પણ કર્યાં હતાં. કંપનીના પ્રમોટરો અને ભાગીદારો દેશ છોડીને ભાગી જાય નહીં તેવા નારા રોકાણકારોએ ચલાવ્યા હતા. માત્ર અમદાવાદમાં જ નહીં દેશભરમાં કંપનીમાં રોકાણ કરનારા ક્લાયન્ટોના કરોડો રૂપિયા ડૂબી ગયા છે.

