ફોર્મ રદ થતાં જ અપક્ષ ઉમેદવારનો આપઘાતનો પ્રયાસ

Wednesday 10th April 2019 06:36 EDT
 

સુરતઃ લસકાણાની શક્તિ સોસાયટીમાં રહેતા ૫૩ વર્ષીય શિવા ભુસા ચાવડાએ સુરત બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી હતી. ફોર્મ ચેકિંગમાં શિવાભાઈના નામની દરખાસ્ત કરનાર તમામ ૧૦ વ્યક્તિઓ બારડોલી સંસદીય મતવિસ્તારમાં રહેતા હોવાથી અને શિવાભાઈએ સુરત સંસદીય મતવિસ્તારથી ઉમેદવારી કરી હોવાથી ફોર્મ રદ કરી દેવામાં આવ્યું હતું. ફોર્મ રદ થયાની જાણ થતાં જ પાંચમીએ જ બપોરે અઢી વાગ્યાના અરસામાં કલેક્ટર કચેરીએ જ શિવાભાઈએ હાથ પર બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter