ફ્સ્ટ ડે ફ્લોપ શોઃ માત્ર ૧૧ પ્રેક્ષકો આવતાં ફિલ્મ ચાલી, બાકીના શો રદ

Thursday 22nd October 2020 15:57 EDT
 
 

અમદાવાદ: અનલોક-૫.૦માં સિનેમાગૃહોને ગાઈડલાઈન પ્રમાણે ખોલવાની મંજૂરી અપાઈ હતી, પરંતુ લોકોમાં વ્યાપેલા ફફળાટના કારણે ફ્લોપ શો થઈ રહ્યો છે. સિનેમાગૃહો ખૂલ્યાં એ પ્રથમ દિવસે ૧૫મી ઓક્ટોબરે અમદાવાદમાં પાંચ મલ્ટિપ્લેક્સના ૨૨ સ્ક્રીનમાંથી એક સ્ક્રીનમાં માત્ર ૧૧ દર્શકોની હાજરી હતી. અલબત્ત, ૨૦મીના અહેવાલો પ્રમાણે હજી પણ દર્શકોની હાજરી પાંખી જ જણાય છે.
અમદાવાદમાં ૧૫મીએ સિટી ગોલ્ડના પાંચ મલ્ટિપ્લેક્સમાં માત્ર આશ્રમ રોડ પરના સિટી ગોલ્ડમાં એક જ શોમાં ૧૧ દર્શકો હતાં. ગુજરાતી ફિલ્મ ‘લવની ભવાઇ’ સ્ક્રીનમાં દર્શાવાઇ હતી. બાકીના શો પ્રેક્ષકો ન મળવાને કારણે રદ કરાયા હતાં. સિટી ગોલ્ડના મેનેજર જિજ્ઞેશ સઇજાએ કહ્યું કે, સવારે ૧૧.૦૦થી લઇને સાંજે ૭-૩૦ સુધી પાંચેક જેટલા શોમાંથી માત્ર ૩.૪૫ વાગ્યાનો એક શો જેમાં ફિલ્મ ‘લવની ભવાઇ’ દર્શાવાઇ હતી. જેને માત્ર ૧૧ દર્શકોએ માણી હતી. કોરોનાકાળને લઇને લોકો સિનેમાગૃહમાં આવતાં પણ ડરે છે. તે આ આંકડા પરથી સાબિત થયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter