બજેટ ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જશેઃ રૂપાણી

Thursday 11th March 2021 16:30 EST
 
 

અમદાવાદઃ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રૂ. ૨.૨૭ લાખ કરોડનું આ બજેટ દેખાડે છે કે આ બજેટ સર્વાંગી સર્વવ્યાપી છે. જેમાં ગરીબો, ખેડૂતો, યુવાનો, મહિલાઓ, આદિવાસીઓ, પીડિતો-શોષિતોના ઉત્થાન માટેનું છે. શિક્ષણ, કૃષિ, આરોગ્ય, સિંચાઈ અને પીવાના પાણીની વાતને આવરી લેવાઇ છે. બજેટમાં તમામ વિભાગોને આવરી લેવાયા હોવાથી આ બજેટ ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જશે. ૯૦ લાખ આદિજાતિના લોકો માટે પાંચ વર્ષમાં ૧ લાખ કરોડ રૂપિયા ફાળવાયા છે.
આવક ઘટી છતાં સરાકરે વધુ નાણાં ફાળવ્યાંઃ પાટિલ
ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે બજેટ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રૂ. ૨.૨૭ લાખ કરોડનું આ બજેટ ગુજરાતના તમામ ભાઈબહેનો માટે ઉપયોગી થશે. શિક્ષણ અને ખેડૂતો માટે વધુ નાણાંની ફાળવણી થઈ છે. કોરોનાને કારણે સરકારની આવક ઘટી હોવા છતાં વિકાસના એક પણ કામ અટક્યા નથી. એટલું જ નહીં, આ બજેટમાં લોકોને વધુ સુવિધા અને રાહત આપવામાં આવી છે. ધારાસભ્યોની બંધ કરાયેલી ગ્રાન્ટ સેવાને ફરીથી આપવાનું નક્કી કરાતા ગરીબ લોકો માટે તે આશીર્વાદ બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter