બજેટમાં ગુજરાતઃ ‘ગિફ્ટ’ સિટીમાં વર્લ્ડ કલાસ ફિનટેક હબ અને ટેક્સ્ટાઈલ પાર્ક બનશે

Thursday 04th February 2021 03:47 EST
 
 

અમદાવાદ: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામને બજેટ-૨૦૨૧ની રજૂઆતમાં ગુજરાતનો ફાઇનાન્સિયલ હબનો દરજ્જો વધુ મજબૂત કરવા માટે ફરી અનેક પ્રોત્સાહક યોજનાઓની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના ગાંધીનગર સ્થિત ‘ગિફ્ટ’ સિટી ખાતે વર્લ્ડ ક્લાસ ફિનટેક હબ ડેવલપ કરાશે. સાથે સાથે જ વિમાન લીઝ પર આપવાના બિઝનેસમાં પ્રવેશ કરવા માંગતી કંપનીઓને વેરામાં જાહેરાત કરી છે.
નાણા પ્રધાને બજેટ વાંચતી વખતે બે બાબતો સ્પષ્ટ કરી છે જેમાં પ્રથમ એરક્રાફ્ટ લીઝિંગ કંપની રાજ્યના GIFT ખાતે કાર્યરત હોવી જોઈએ. જ્યારે બીજું, વેરામુક્તની રાહત ફક્ત લીઝિંગ કંપનીની મૂડીની આવક પર ઉપલબ્ધ હશે.

શિપ રિસાઈક્લિંગને પ્રાધાન્ય, ટેક્સટાઈલ પાર્ક આવશે

ભારતમાં મર્ચન્ટ શિપ્સને ઉત્તેજન આપવા માટે રૂ. ૧૬૨૪ કરોડનું એક અલગ પ્રકારનું ફંડ રચવાની જોગવાઈ નાણા પ્રધાને આ બજેટમાં કરી છે. ગુજરાતમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના માધ્યમથી શિપ રિસાઈક્લિંગ વર્ક કરવા પર પણ ફોકસ કરાશે. ગુજરાત ટેક્સટાઇલ હબ મનાય છે. બજેટમાં ૭ મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવાની જાહેરાત પણ કરી છે. આમાંથી એક પાર્ક ગુજરાતમાં પણ આવી શકે છે. આથી આ ક્ષેત્રે નવું મૂડીરોકાણ આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter