અમદાવાદઃ કાટમાળમાંથી બ્લેક બોક્સ અને કોકપીટ વોઇસ રેકોર્ડર મળી ગયા છે. તપાસ થયે સત્ય બહાર આવશે, પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે આવી દુર્ઘટના સર્જાઇ કેમ?
• બર્ડ હિટના કારણે..? ટેઇક ઓફ બરાબર હતું પણ વિમાન નીચે ઉતરવા લાગ્યું. આવું ત્યારે જ શક્ય બને જ્યારે એન્જિને શક્તિ ગુમાવી હોય. બન્ને એન્જિન સાથે બંધ થયા. બર્ડ હીટ થતાં એન્જિને પાવર ગુમાવ્યો હોય શકે.
• પાવર લોસ થયો? બન્ને એન્જિનમાં પાવર લોસ થાય છે ત્યારે પાઈલટ માટે વિમાન પર નિયંત્રણ મેળવવા વધારે સમય હોતો નથી. બન્ને એન્જિન પૂરતો પાવર જનરેટ કરી શક્યા નહીં ને ગણતરીની સેકન્ડમાં જ વિમાન લેન્ડ થયું હતું.
• સપ્લાય સ્વિચ બંધ? વિમાનમાં ફ્યુઅલ ભરવાની જવાબદારી ગ્રાઉન્ડ સ્ટાફની હોય છે. ફ્યુઅલ ભરતા પહેલા સપ્લાય સ્વીચ બંધ કરાય છે. તેથી શક્ય છે કે ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા આ સ્વીચને ઓન કરાઇ ન હોય. આ કારણોસર જ્યાં સુધી રિઝર્વમાં ફ્યુઅલ હતું ત્યાં સુધી ફ્લાઇટ ઉંડી અને પછીએન્જિન બંધ થઈ ગયા હતા.
• માનવીય ભૂલ જવાબદાર? વિમાન 825 ફૂટ ઊંચે પહોંચી ચુક્યું હતું. અને ઝડપ 174 નોટ જ હતી. જો ફ્લેપ્સ ઓછા લગાવ્યા હોય તો વિમાન લિફ્ટ કરી શકતું નથી. જ્યારે વધારે ફ્લેપ્સથી ડ્રેગ એટલો વધી જાય કે પ્લેન ઉપર આવી શકતું નથી. વિપુલ પ્રમાણમાં ઇંધણ હોવાથી ને પૂરતો થ્રસ્ટ ન મળવાથી એન્જિનને તાકાત મળી નહીં.