અમદાવાદઃ સેટેલાઇટમાં આવેલા આશાવરી ટાવરના બી બ્લોકમાં ફ્લેટ નં ૪૦૪ ખાતે બર્થ ડે પાર્ટીની બાતમી સેટેલાઇટ પોલીસને મળી હતી. પોલીસે આઠમી મેએ ૧૨.૩૦ વાગ્યે રેડ કરી ત્યારે ફલેટનો દરવાજો ખુલ્લો હતો અને મ્યુઝિક વાગતું હતું. પોલીસ આવ્યાની જાણ થતાં નબીરાઓમાં દોડધામ મચી હતી અને તેઓ બાથરૂમ ગેલેરી સહિતની જગ્યાઓ પર સંતાઇ ગયા હતા. પોલીસે મહેફિલમાં દારુના નશામાં ધૂત ૨૫ યુવકો અને ૧૦ યુવતીઓને પકડ્યાં હતાં. પોલીસે પહેલાં પોલીસે ૧૦ યુવતીઓને જવા દીધી હતી અને મોડી રાત્રે ૨૫ નબીરાઓને જામીન મળ્યાં પછી તેમને છોડવામાં આવ્યા હતા.
પોલીસે શું પકડયું
૨૦ હોગાર્ડ વિટ બિયર, ૮ બડવાઇઝર બિયર, ૨૪ ખાલી બડવાઇઝરની બોટલ, ૩ ખાલી શિવાઝ રીગલની બોટલો, ૧ ખાલી સ્કાય વોડકા, ૧ ખાલી કમીનો વોડકા, ૭ બડવાઇઝર બિયરના ખાલી ટીન, ૧૨ મોબાઇલ.

