બળજબરીથી થતાં આંતરધર્મીય લગ્ન રોકવા સરકાર ધર્મસ્વાતંત્ર્ય કાયદામાં સુધારો કરશે

Friday 02nd April 2021 05:08 EDT
 

ગાંધીનગર ઃ ગુજરાત સરકારે ધર્મપરિવર્તનના ઈરાદે બળજબરીપૂર્વક બે આંતરધર્મીય વ્યક્તિઓ વચ્ચે થતા લગ્ન રોકવા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ- ૨૦૦૩ને સુધારવાનો ઈરાદો જાહેર કર્યો છે. ૧૭ વર્ષ જૂના કાયદામાં સુધારો કરવા તૈયાર થયેલા વિધેયકમાં ધાર્મિક વિવિધતા ધરાવતા બે વ્યક્તિના લગ્ન અને તેના આધારે ધર્મ પરિવર્તનમાં મદદ કરનાર સામે પાંચ વર્ષથી લઈને સાત વર્ષની જેલની સજાની જોગવાઇ કરવામાં આવી છે. વિધાનસભામાં આગામી સપ્તાહે આ સુધારા વિધેયકને ચર્ચા માટે રજૂ કરાશે.
ઉત્તર પ્રદેશના પગલે ગુજરાત
ગુજરાતના નેતાઓ ઉત્તર પ્રદેશની જેમ જ ગુજરાતમાં લવજેહાદ સામેનો કાયદો લાવવા નિવેદનો કરતા રહ્યા છે. જોકે, ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાના નામોલ્લેખ સાથે પ્રસિધ્ધ થયેલા ઉપરોક્ત સુધારા વિધેયકમાં ક્યાંય ‘લવજેહાદ’ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી! ભાજપની સરકારે જ ઘડેલા ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-૨૦૦૩માં ૧૭ વર્ષ પછી સુધારો કરવા પાછળના ઉદ્દેશ્યોમાં પ્રભારી મંત્રીએ ‘ગુજરાતમાં હાલમાં ધર્મપરિવર્તનના હેતુ માટે મહિલાઓને લગ્ન માટે લલચાવવાના બનાવો વધતા જાય છે’ એવુ કારણ આપ્યુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter