અમદાવાદઃ ચંડોળા તળાવમાં ગેરકાયદે ઝૂંપડાં, મકાન, પાર્ટી પ્લોટ બનાવીને સામ્રાજ્ય ઊભું કરનાર લલ્લા બિહારને કાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી ઝડપી લીધો છે. તે રાજસ્થાનથી બિ હા ર ભા ગ વા ની પેરવીમાં હતો. ક્રા ઈ મ બ્રાન્ચના ડીસીપી અજીત રાજીયનના જણાવ્યા મુજબ લલ્લા બિહારને ત્યાં કામ કરતાં કેટલાક મજૂરો બાંસવાડાના મોટી ઝેરના વતની હોવાથી તેણે ત્યાં આશરો લીધો હતો. લલ્લા બિહારી સામે સરખેજમાં 2023માં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. જોકે, જેલમાં ધકેલાયાના 15 દિવસમાં પેરોલ પર છૂટી ફરી હાજર થયો હતો.
લલ્લા બિહારી 20 વર્ષમાં આટલો માટો ભૂમાફિયા કેવી રીતે બન્યો તેની તપાસ કરી તો જાણવા મળ્યું કે, તે કન્સ્ટ્રક્શનનું કામ કરતો હતો અને તેની સાઇટો પરથી કાટમાળ ઉપાડી ચંડોળા તળાવમાં ઠાલવીને પુરાણ કરતો હતો. એ પછી જગ્યા સમતળ કરી કાચાં-પાકાં ઝૂંપડાં બનાવી ભાડું વસૂલાતું હતું. તેણે કેટલાક રાજકારણીઓના પત્ર તેમજ સિક્કાને આધારે બાંગ્લાદેશીઓને આધારકાર્ડ પણ કઢાવી આપ્યા હતા. આ પ્રકરણમાં સંડોવાયેલા સામે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. લલ્લા બિહારના બંગલામાંથી પોલીસને 9 લાખ રોકડા, 250 ગ્રામ સોનું. 7 બેન્ક ખાતાંની વિગત અને કેટલાક મહત્ત્વના દસ્તાવેજ મળ્યા હતા.
હવે ચંડોળામાં પાણી ભરી વોલ બનાવાશે
ચંડોળા તળાવમાંથી ગેરકાયદે બાંધવામાં આવેલા 4 હજાર જેટલા કાચા પાકા મકાનોનું દબાણ દૂર 1.5 લાખ ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરાઈ છે. દબાણો દૂર કરાતા ચંડોળામાં ભેગા થયેલા કાટમાળને દૂર કરવાની હાલમાં કામગીરી ચાલી રહી છે. કાટમાળ દૂર થયા બાદ તળાવને ક્રમશઃ ભરવાનું શરૂ કરાશે. તળાવના જે ભાગમાંથી દબાણો દૂર કરાયા છે ત્યાં ફરીથી દબાણો ના થાય તેના માટે પ્રી કાસ્ટ મટિરિયલની આરસીસીની કમ્પાઉન્ડ વોલ લગાવવામાં આવી રહી છે.