સારંગપુરઃ વિશ્વમાં શાંતિ પ્રસરે અને સૌ જીવોનું શ્રેય થાય એ હેતુથી તીર્થભૂમિ સારંગપુરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજની નિશ્રામાં ચોથી ફેબ્રુઆરીથી ૧૦૦ દિવસનો અખંડ ભજન-ભક્તિ યજ્ઞ શરૂ થયો હતો.
સારંગપુર મંદિરના જ્ઞાનાનંદસ્વામીએ કહ્યું હતું કે, સારંગપુર મંદિર શતાબ્દિ મહોત્સવ ઉપક્રમે અખંડ ભજન-ભક્તિ યજ્ઞ શરૂ થયો હતો. ૨૦૧૬ની ૧૨ મેએ સારંગપુર મંદિરને ૧૦૦ વર્ષ પૂરાં થાય છે. ત્યારે રોજ સવારે આઠ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી ભજન-સત્સંગ થશે. બપોરના સમયે મહિલા મંડળ દ્વારા ધૂન-ભજનો ગાવામાં આવશે. પ્રમુખસ્વામી મહારાજે ભજન-ભક્તિ યજ્ઞનું ઉદ્ઘાટન કર્યું હતું. આ આખું વર્ષ સારંગપુર શતાબ્દિ વર્ષ તરીકે ઊજવી રહ્યા છીએ જેમાં પર્યાવરણ, સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા છે.

