બાળકોની રેરેસ્ટ ઓફ રેર બીમારી સર્વાઇકલ કાયફોસીસની અમદાવાદમાં સફળ સર્જરી

Thursday 28th May 2020 05:24 EDT
 
 

અમદાવાદઃ બાળકોમાં રેરેસ્ટ ઓફ રેર ગણાતી બીમારી કે પરિસ્થિતિ સર્વાઇકલ કાયફોસીસની સફળ સર્જરી અસારવા સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં કરવામાં આવી છે.
શહેરના વટવા વિસ્તારમાં રહેતી ૧૧ વર્ષીય બાળકી લક્ષ્મી સોની પર આ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. અમદાવાદમાં પહેલી વાર થયેલી આ સર્જરીમાં હેસોવેસ્ટ નામના ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વટવા વિસ્તારમાં રહેતા અને માલસામાનની રિક્ષા ચલાવતા સુનિલભાઇ સોનીની ૧૧ વર્ષની પુત્રી લક્ષ્મીની કરોડરજ્જુનો ચોથો મણકો જન્મથી જ અપરિપક્વ હતો, જેથી તેને ગરદન થોડી ત્રાંસી રહેતી હતી.
બે મહિના પહેલાં લક્ષ્મી શાળામાં રમતાં-રમતાં પડી જતાં તેની ગરદન તૂટી ગઇ હતી. પરિવપક્વ મણકા ઉપરાંત આ પરિસ્થિતિ સર્જાતા લક્ષ્મી હાથ-પગ તેમજ કુદરતી હાજત પરનું નિયંત્રણ ખોઈ બેઠી હતી. ખાનગી હોસ્પિટલોએ આ ઓપરેશનનો અંદાજીત ખર્ચ ચારથી પાંચ લાખ રૂપિયા કહેતાં તેને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.
વિવિધ એક્સ-રે અને રિપોર્ટના અંતે બે તબક્કામાં લક્ષ્મીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. હવે તેને ત્રાંસી ગરદનમાંથી મુક્તિ મળી છે અને હવે સામાન્ય હલનચલન કરી શકશે. આ ઉપરાંત સર્જરી બાદ લક્ષ્મી પર હેલોવેસ્ટ ફિટ કરવામાં આવ્યું છે, જે આ શહેરની પ્રથમ ઘટના છે. હેલોવેસ્ટના કારણે હલનચલન દરમિયાન કરોડરજ્જુ કે તેને મણકા પર વિપરિત અસર થતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter