નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે ૪૭ જેટલી હસ્તીઓને પદ્મ એવોર્ડ એનાયત કર્યાં હતાં. તેમાં ગુજરાતમાંથી સેપ્ટના બિમલ પટેલ, ગણપત યુનિવર્સિટીના ગણપત પટેલ, સુરેન્દ્રનગરમાં પ્રજ્ઞાચક્ષુ સેવાકુંજના શ્રીમતી મુક્તાબહેન ડગલી, ખેતીક્ષેત્રે પ્રદાન બદલ વલ્લભભાઈ મારવણિયાનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત ફિલ્મ અને રમત ગમત ક્ષેત્રની હસ્તીઓને પણ પદ્મ એવોર્ડ અપાયા હતા. ચાલુ વર્ષે ૧૧૨ લોકોની પદ્મ એવોર્ડ માટે પસંદગી થઈ હતી. હવે પછી ૧૬ માર્ચે યોજાનારા એક સમારંભમાં બાકીની હસ્તીઓને પદ્મ એવોર્ડ આપવામાં આવશે.

