બિલ્કીસ કેસમાં આઇપીએસ ભગોરા નિવૃત્તિના એક દિવસ પહેલાં સસ્પેન્ડ

Wednesday 12th June 2019 06:24 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડના કોમી રમખાણો સંદર્ભે દાહોદમાં નોંધાયેલા એક કિસ્સામાં કસૂરવાર ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી આર. એસ. ભગોરાને ગુજરાત સરકારે ૩૦મેના રોજ બરતરફ કર્યાં હતા.
ભગોરા ૩૧મેએ વયનિવૃત્ત થવાના હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને જવાબદાર અધિકારી સામે લીધેલાં પગલા અંગે પૃચ્છા કરતાં રાજ્ય સરકારે આ અધિકારીને બરતરફ કરવાનો નિર્ણય કર્યો હતો.
ભગોરા ઉપરાંત અન્ય ચાર પોલીસકર્મીઓ અને સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવનારા તબીબ દંપતી અરુણ પ્રકાશ અને સંગીતા પ્રકાશ પણ આ કેસમાં ફરજ પ્રત્યે બેદરકારી દર્શાવવા અને પુરાવનો નાશ કરવાના ગુના હેઠળ કસૂરવાર ઠર્યાં છે. સરકારે આ તબીબ દંપતીને પણ બરતરફ કરવાનો આદેશ આ સાથે આપ્યો છે.
૨૦૦૨માં દાહોદના રણધિકપુરની પીડિતા બિલ્કીસ બાનો પર ટોળાએ બળાત્કાર ગુજાર્યો હતો તથા તેના ૩ સંતાનોની હત્યાના કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter