બીજા તબક્કામાં ૩૨૫એ ફોર્મ પાછા ખેંચતા ૯૩ બેઠકોમાં ૮૫૧ વચ્ચે સ્પર્ધા

Sunday 10th December 2017 06:22 EST
 
 

ગાંધીનગરઃ અમદાવાદ સહિતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીમાં ૧૬૬૪ ફોર્મ ભરાયા હતા. તેમાંથી ૪૮૮ રદ્દ થયા અને પહેલીએ ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે ૩૨૫એ ઉમેદવારી પાછી ખેંચી લેતા ૯૩ બેઠકો ઉપર હવે ૮૫૧ ઉમેદવારો સ્પર્ધામાં રહ્યા છે. આ સાથે જ ૧૮૨ મતક્ષેત્રોમાં પોતાના પ્રતિનિધિઓ ચૂંટવા રાજ્યના ૪.૩૫ કરોડ મતદારો માટે ૧,૮૨૮ ઉમેદવારો મેદાને રહ્યાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ૧૪મી ડિસેમ્બરે બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે મતદાન યોજાનારા છે. ૨૦૧૭ની આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, એનસીપી, બીએસપી જેવા ૬ રાષ્ટ્રીય પક્ષો છે. જ્યારે જેડીયુ, શિવસેના સહિત પાંચ અન્ય રાજ્યોના પ્રાદેશિક પક્ષો છે. આ નોંધાયેલા પણ માન્યતા પ્રાપ્ત કુલ ૪૪થી પક્ષોના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તે સિવાય ૪૪૩થી વધુ અપક્ષો કિસ્મત અજમાવી રહ્યા છે. મહેસાણામાંથી સૌથી વધુ ઉમેદવારો નોંધાયા છે.
ઝાલોદમાં સીધી ટક્કર
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે તે મહેસાણામાં સૌથી વધુ ૩૫ ઉમેદવારો અને ઝાલોદમાં ભાજપ-કોંગ્રેસ એમ માત્ર બે ઉમેદવારો નોંધાયા છે. રાધનપુરમાં ૧૭, વિરમગામમાં ૨૨, વટવા-બાપુનગર, ધંધુકામાં ૧૬-૧૬ અને મહેસાણામાં ૩૪ ઉમેદવારો હોવાથી બે ઇવીએમ મૂકીને મતદાન લેવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter