બીટકોઈન કેસમાં આખરે નલિન કોટડિયાની ધરપકડ

Wednesday 12th September 2018 06:56 EDT
 

અમદાવાદઃ સુરતના ચકચારી બીટકોઈન પ્રકરણમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા ભાગેડુ જાહેર કરાયેલા ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના ધૂલિયા પાસે આવેલા આમલનેર ગામમાંથી ઝડપી લીધા હતા. બીટકોઈન કેસના આરોપી નલિન કોટડિયા મહારાષ્ટ્રના ધૂલિયાના આમલનેર ગામમાં છૂપાયા હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ૮મી સપ્ટેમ્બરે ધૂલિયા જવા રવાના થઈ હતી. રવિવારે સવારે બાતમીદાર બતાવેલા સ્થળની નજીક જઈ પહોંચી હતી અને સવારના પહોરમાં જ કોટડિયાની ધરપકડ કરી હતી. સુરતના એક કોન્ટ્રાક્ટરને ધૂલિયામાં આમલનેરમાં રેલવે કોલોની બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો આથી કોટડિયાએ તેના ઘરમાં આશરો લીધો હતો. પોલીસે પોતાની ઓળખ આપતા કોટડિયા ડઘાઈ ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter