અમદાવાદઃ સૂર્ય અને પૃથ્વી વચ્ચેથી પસાર થતા બુધની ઐતિહાસિક ઝાંખી કરવાનો અવસર સોમવારે ભારતવાસીઓને પ્રાપ્ત થયો હતો. એક દાયકા બાદ બનેલી આ ઘટનામાં બુધ ગ્રહ સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થયો હતો. બુધ સૂર્યના ઉપરના ભાગેથી પસાર થયો ત્યારે સામાન તલ જેવો દેખાયો હતો. એક સદીમાં ૧૩થી ૧૪ વખત આવી ઘટના બને છે. સૌરમંડળમાં માત્ર બુધ અને શુક્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે હોવાથી આવી ઘટના જોવા મળે છે. બાકીના ગ્રહ પૃથ્વીથી જોજનો દૂર હોવાથી આ ઘટના જોવા મળતી નથી. દર વખતે પૃથ્વીના અલગ અલગ ભાગમાંથી આ ઘટના જોવા મળે તેમ પણ બને છે. ભારતીય સમય પ્રમાણે સાંજે ૪.૩૦ કલાકથી બુધનું પારગમન શરૂ થયું હતું. જે લગભગ સાડા સાત કલાકબાદ પૂર્ણ થયું હતું. ભારતમાં તેની શરૂઆત જોવા મળી હતી જ્યારે તેનો અંતિમ ભાગ સાઉથ આફ્રિકામાં દેખાયો હતો.


