બુલેટ ટ્રેન માટે L&T સાથે રેકોર્ડ રૂ. ૨૫,૦૦૦ કરોડનો કરાર

Monday 07th December 2020 04:55 EST
 
 

નવી દિલ્હી: નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસીએલ)એ લાર્સન એન્ડ ટુબ્રો (એલએન્ડટી) કંપની સાથે અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેના રૂપિયા ૨૫,૦૦૦ કરોડના કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા છે. નિર્માણ કંપનીએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટનું કામ શરૂ કરવા તે કામદારોને તૈનાત કરી ચૂકી છે.
એનએચએસઆરસીએલ દ્વારા ગુજરાતમાં બુલેટ ટ્રેનની ૩૨૫ કિ.મી. લાઇન તૈયાર કરવા એલએન્ડટીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ કરાર પર ૨૬ નવેમ્બરે પાટનગરમાં હસ્તાક્ષર થયા હતા.

જાપાની ટેક્નોલોજી ટ્રાન્સફર થશે

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા જાપાનના ભારત ખાતેના રાજદૂત એસ. સુઝુકીએ જણાવ્યું હતું કે આ મહાકાય માળખાકીય સુવિધા માટેનો કોન્ટ્રાક્ટ એવા સમયમાં અપાઇ રહ્યો છે કે જ્યારે આર્થિક પ્રવૃત્તિને વેગ આપવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે તે આ સાથે માત્ર જાપાની ટેકનોલોજી ભારતમાં ટ્રાન્સફર નહીં થાય પરંતુ કોરિડોરમાં શહેરી વિકાસ પણ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter