બે IAS અધિકારીઓ સામે તપાસના આદેશ

Thursday 20th October 2016 11:47 EDT
 

ગાંધીનગરઃ મેસર્સ એનએસપી ઇન્ફ્રસ્ટ્રકચર લિમિટેડને સુરત ઇચ્છાપોર ખાતે થયેલી જમીન ફાળવણીના કિસ્સામાં તથા મેસર્સ હાઈડ્રો કાર્બન એન્ડ પાવર એસઇઝેડ પાસેથી જમીન લઈને મેસર્સ એમઆરએફ લિમિટેડને વિલાયત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ભરૂચ ખાતે જમીન તબદિલીના પ્રકરણમાં બે IAS અધિકારીઓ સામે ગેરરીતિના આક્ષેપો થયા છે. 

આ કેસમાં વન અને પર્યાવરણ વિભાગમાં અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ તથા લેન્ડ ડેવલપમેન્ટ કમિશનર મનોજ અગ્રવાલ સામે આરોપ છે. આ અંગેની તપાસ માટે ચોક્કસ ટીમની નિમણૂક કરાઈ છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter