ગાંધીનગરના કલોલ તાલુકાના છત્રાલ ગામના જીઆઇડીસી વિસ્તારમાં ૧૬મીએ એક્સિસ બેંકમાં ત્રણ બુકાનીધારીઓએ ૧૫ જ મિનિટમાં રૂ. ૪૩.૮૮ લાખની લૂંટ કરી હતી. લૂંટારુઓએ ગ્રાહકોને હિન્દીમાં ચૂપ રહેવાની સૂચના આપ્યા બાદ કર્મચારી દીપ પટેલના પગમાં ગોળી મારી હતી. આ ઉપરાંત મહિલા કર્મચારી નેહાબહેન પટેલના ગળામાંથી રૂ. ૩૦ હજારની કિંમતનો સોનાનો દોરો પણ ઝૂંટવી લીધો હતો અને બાઈક પર બેસીને ફરાર થઈ ગયા હતા.

