મુંબઈ: મુંબઈની ખાનગી બેંક સાથે રૂ. ૧૫ કરોડની છેતરપિંડી કરવા સંબંધે ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના શાખાએ ગુજરાતની ભદ્રેશ ટ્રેડિંગ કોર્પોરેશન કંપની સામે ગુનો દાખલ કર્યો છે. આરોપીની કંપનીએ બેંક પાસેથી લોન લીધી હતી. આ બાબતે સંબંધિત ખાનગી બેંક વતી વિજયકુમાર ચૌધરીએ આર્થિક ગુના શાખામાં ફરિયાદ નોંધાવી છે.
મુંબઈની આ ખાનગી બેંકે વર્ષ ૨૦૧૪માં ગુજરાતના કાપડનો ધંધો કરતી ભદ્રેશ ટ્રેડિંગ કોર્પોરેશનને ત્રણ પ્રકારની આર્થિક નાણાકીય લોન આપી હતી તે માટે કંપનીના માલિક ભદ્રેશ મહેતા, તેમની પત્ની હીના મહેતા અને તેમના પુત્ર પાર્થ મહેતાએ ભૂજ ખાતે
સાત એકર જેટલી જમીન ગિરવે મૂકી હતી.

