બેલા સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો

Wednesday 03rd April 2019 08:27 EDT
 

ભુજઃ કચ્છ-બનાસકાંઠાની પાકિસ્તાને જોડતી સરહદેથી ૨૬મી માર્ચે પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો હતો. બેલા બોર્ડર નજીકના વિસ્તારમાં ફેન્સિંગ નથી. ત્યાંથી ઘૂસેલા ૨૫ વર્ષીય યુવાને પોતાનું નામ મહંમદઅલી જણાવ્યું હતું. સીમાસુરક્ષા દળના જવાનોએ પકડેલા આ યુવાનને બાલાસર કે સૂઈગામ પોલીસને સોંપવાની કાર્યવાહી ચલાવાઈ હતી. બીએસએફના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે આ યુવાન નજરે ચઢ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter