બેસણાના બહાને શંકરસિંહ અહેમદ પટેલને મળ્યા?

Wednesday 29th August 2018 07:43 EDT
 

ભરુચઃ મુસ્લિમ નેતાના બેસણામાં જવાને બહાને ૨૬મી ઓગસ્ટે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ સાથે ખાનગી ગુફ્તેગુ કરી હતી. પિરામણ ફાર્મહાઉસમાં મળેલી બેઠક શંકરસિંહ વાઘેલાની ઘરવાપસીના રાજકીય તર્કવિતર્ક વહેતા થયા છે. રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન હોતું નથી.
રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલને હરાવવા મેદાને પડેલા શંકરસિંહ વાઘેલા હવે જાણે કોંગ્રેસ પ્રત્યે કૂણું વલણ અપનાવી રહ્યાં છે. ભરુચમાં મહંમદ ફાંસીવાલાના બેસણાનું બહાનું બનાવી વાઘેલાએ અહેમદ પટેલને મળવાની ગોઠવણ પાડી હતી. બેસણાના બહાને વાઘેલા ભરુચથી ખાસ ૩૦ કિ.મી. દૂર આવેલા પિરામણ ફાર્મ હાઉસ પહોંચ્યા હતા જ્યાં એકાદ કલાક સુધી અહેમદ પટેલ સાથે ચર્ચા કરી હતી જેના કારણે કોંગ્રેસના અન્ય નેતાઓમાં આશ્ચર્ય સર્જાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter