બોગસ ટ્રસ્ટે સંઘના રજ્જુભૈયાના નામે ૧૬ વર્ષમાં રૂ. ૪.૫ કરોડ ઉઘરાવ્યા

Wednesday 08th May 2019 06:02 EDT
 

અમદાવાદઃ આરએસએસના રજ્જુભૈયાના નામે ટ્રસ્ટ ખોલી ૧૬ વર્ષમાં સાડા ચાર કરોડ ઉઘરાવનાર ટ્રસ્ટના તમામ બેંક ખાતા ચેરિટી કમિશનર વાય. એમ. શુકલએ સીઝ કર્યા છે. તેમજ ટ્રસ્ટીઓ સામે ફોજદારી પગલા લેવાની કાર્યવાહી હાથ ધરી છે. આરએસએસ દ્વારા ઠરાવ કરી આ ટ્રસ્ટ લોકોને ગેરમાર્ગે દોરતું હોવાની ફરિયાદ ચેરિટી કમિશનરને કર્યા બાદ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચેરિટિ કમિશનર વાય.એમ.શુકલ દ્વારા કરાયેલા હુકમ પ્રમાણે સંસ્થાના પંજાબ નેશનલ બેંક અને અલ્હાબાદ બેંકના બન્ને એકાઉન્ટ સીઝ કરી ચેરિટી કમિશ્રરના હુકમ સિવાય તેમાં કોઈ વ્યવહાર ન થાય તે જોવા આદેશ આવ્યો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter