અમદાવાદઃ બનાવટી રાજકીય પક્ષ અને ચેરિટેબલ ટ્રસ્ટમાં બ્લેક મનીનું દાન કરીને તે જ રકમ પાછલા દરવાજે પાછી મેળવી લેવાના રૂ. ૨૦૦૦ કરોડના કૌભાંડમાં દરોડો પાડીને આયકર વિભાગે પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં આયકર વિભાગે સુરત, અમદાવાદ અને બિહાર પણ તપાસ આદરી છે. રાજકીય પાર્ટીને દાનની વિગતો ગુપ્ત રખાઈ જેમાં દાનની રકમ સીધી બેન્ક એકાઉન્ટમાં જમા થતી રહી. ચેરિટેબલ ટ્રસ્ટને અપાતી રકમ પણ પાછળથી દાન કરનાર વ્યક્તિ કે ઉદ્યોગકારને પાછી અપાતી હતી અને તેના બદલામાં રૂ. ૨૦૦૦ કરોડના કૌભાંડના સૂત્રાધારને ૨થી ૩ ટકાનું કમિશન અપાતું હતું.

