અમદાવાદઃ માણસાના સૌલૈયા ગામની ૨૪ વર્ષની ભૂમિકા ચૌધરી ધારિણી પટેલના નામે યુએસના પાસપોર્ટ પર ૩૦મી ઓક્ટોબરે અમદાવાદથી લંડન થઈને કેનેડા જતી હતી. લંડનના હિથ્રો એરપોર્ટ પર તે પકડાઈ અને ત્યાંથી અમદાવાદ ડિપોર્ટ કરાઈ. આ મામલે પોલીસે તેની ધરપકડ કરીને તેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને બોગસ પાસપોર્ટ બનાવનારા એજન્ટની તપાસ આદરી છે.

