અમદાવાદઃ સારંગપુર તીર્થમાં આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ત્રિદિવસીય પુષ્પદોલોત્સવ યોજાયો હતો. મહોત્સવના પ્રથમ દિવસે સાડા પાંચ હજાર સ્વયંસવકો મહંતસ્વામી મહારાજના હસ્તે રંગાયા હતા. જ્યારે મહોત્સવનાં બીજા દિવસે બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજની ૧૮૮મી જન્મજયંતીની સભા યોજાઈ હતી અને સાંજે સંતો દ્વારા સુમધુર કીર્તન આરાધનાનું આયોજન કરાયું હતું. જ્યારે ૧૩મી માર્ચના રોજ પુષ્પદોલોત્સવની વિરાટ સભાનું આયોજન કરાયું હતું.

