અમદાવાદના જગન્નાથજી મંદિરેથી અષાઢી બીજની રથયાત્રા યોજાય તે પૂર્વે સરસપુર સ્થિત મોસાળ - રણછોડરાયજી મંદિર ખાતે ‘મામેરું’ કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાનના વાઘા અને દાગીનાની અદભૂત સજાવટ કરાઈ હતી. ભગવાનના મામેરા માટે લગ્નની તૈયારીની જેમ પટેલ પરિવારની વૈદેહી અને ઋતા પટેલે પોતે ડિઝાઈન અને થીમ બનાવી હતી. કમળ, મોર અને ગાયને કેન્દ્રમાં રાખીને સ્કાય બ્લુ અને ગુલાબી રંગના વાઘા પર જરદોશી વર્ક કરારું છે. મામેરાના પ્રસંગે સરસપુર મંદિર ખાતે હજારો ભાવિકભક્તો દર્શન માટે ઉમટ્યા હતા.


