અમદાવાદઃ રાજ્યમાં રવિવારે રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઉત્તર ગુજરાતમાં માવઠાની અસર વર્તાતાં ઘઉં, બટાટા, જીરું, રાયડો, ઈસબગુલ સહિતના પાકોમાં મોટા નુકસાની ભીતિ વ્યક્ત કરાઈ છે. દાંતીવાડાના રાણોલમાં વીજળી પડી હતી. જો કે, કોઈ જાનહાનિ થઈ નથી. અમદાવાદ જિલ્લાાં પણ માવઠાની અસર વર્તાઈ હતી. જેમાં ધંધુકા, ધોલેરા, વિરમગામ સહિતના તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.
મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. સરગામ ભીલાડ, કરજ, માડા તેમજ અન્ય દસ જેટલા ગામમાં સોમવારે વહેલી સવારે ચાર વાગ્યે કમોસમી વરસાદ થયો હતો. ઝાપટું ૧૫થી ૨૦ મિનિટ વરસ્યું હતું. અચાનક વરસાદની ખેડૂતો અને ઈંટના ભઠ્ઠાવાળાઓે ભારે નુકસાન થયું છે. મરચાં, ટામેટા, રીંગણા, દૂધી, કારેલા, પાપડી, ચોળી જેવા પાકોના ફળો અને પાકને માવઠાની નુકસાન થયું છે.
કેરી પર કાળા ધબ્બા કમોસમી વરસાદથી કેરીના ફળ પર કાળા ધબ્બાઓ પડી ગયા છે. જેથી બજારમાં યોગ્ય ભાવ મળશે નહીં.


