અમદાવાદઃ ભરવાડ યુવા સંગઠન દ્વારા ૧૪મીએ એક પણ રૂપિયો ભર્યા વગર સમાજના ૩૦૦૦ યુવાનોને ૩૦૦ મહિન્દ્રા બોલેરો, મેક્સી, અને ઇકો ગાડી વિતરણ કરાઇ હતી. યુવાનોને ડાઉનપેમેન્ટ કરવાની કોઇ ચિંતા નથી અને તેમના પરિવારનું ગુજરાત ચલાવી શકે તેના માટે એક પણ રૂપિયો ભર્યા વગર સરળ હપ્તાથી ગાડીઓનું વિતરણ કરાયું હતું. ભરવાડ યુવા સંગઠનના ઉપપ્રમુખ મેહુલ ભરવાડે કહ્યું કે, આ સંગઠનનો મુખ્ય હેતુ સમાજના યુવાનોને પ્રશિક્ષિત કરવા, રોજગારીની તકો ઉભી કરવી, સંપૂર્ણ શિક્ષણ પૂરું કરે તેવી વ્યવસ્થા કરવી, આરોગ્યલક્ષી સહાય કરવાનો છે. આ સંગઠન હાલ યુવાનો માટે યુવા રોજગાર યોજના અમલમાં મૂકી છે.


