ભરૂચઃ ઉનામાં કથિત ગૌરક્ષકોથી પીડિત દલિત પરિવાર દ્વારા હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અપનાવવાની ઘટના બાદ ૩૦મી એપ્રિલે બૌદ્ધ જયંતીના દિવસે ભરૂચમાં ૩૦૦ જેટલા દલિતોએ હિંદુ ધર્મને તિલાંજલિ આપી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
ઉનામાં ગૌરક્ષકો દ્વારા કેટલાક દલિત યુવાનો પર કરવામાં આવેલા અત્યાચારની ઘટનાના ભાગરૂપે ૫૭ દલિતોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.
વઢવાણમાં ૧૮ લોકોએ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો
વઢવાણ ગણપતિ ઇન્ડસ્ટ્રી પાસે આવેલા અમરબૌદ્ધ વિહાર ધામમાં સોમવારે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ૧૧મો દીક્ષા અંગીકાર મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવમાં ૪ જિલ્લામાંથી અનુ. જાતિના ૧૮ લોકોએ ધર્મ પરિવર્તન કરીને દીક્ષા અંગીકાર કર્યો હોવાના અહેવાલ છે. આ બૌદ્ધ વિહાર ધામના નેજા હેઠળ અત્યાર સુધીમાં એક હજાર લોકોએ ધર્મ પરિવર્તન કરીને દીક્ષા અંગીકાર કરી લીધાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં અમરબૌદ્ધ વિહાર ધામના નેજા હેઠળ એક હજાર લોકોએ બૌદ્ધ ધર્મ સ્વીકારીને દીક્ષા લીધી હોવાનું ખુલવા પામ્યું છે.

