ભાજપઃ ૩૨ જિલ્લા, ૭ શહેરોમાં નવા પ્રમુખ

Tuesday 10th November 2020 06:28 EST
 

ગાંધીનગરઃ વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલાં સોમવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલે ૩૨ જિલ્લા અને ૭ મહાનગરોના સંગઠનમાં નવા પ્રમુખોની નિમણૂકો કરી હતી. આ નિમણૂકોમાં રાજકોટ શહેર, જૂનાગઢ જિલ્લા, સાબરકાંઠા, કચ્છ, તાપી અને નર્મદા એમ છ પ્રમુખોને રિપિટ કરાયા છે. સંગઠનમાં ગ્રાઉન્ડ લેવલે ભાજપના મૂળિયા ઊંડા કરવાની મુખ્ય જવાબદારી માટે મહત્ત્વરૂપ ગણાતા પ્રમુખપદ માટે ૩૩ નવા ચહેરાને સ્થાન અપાયું છે. નવા પ્રમુખપદ માટે પૂર્વ મેયર, સંગઠનમાં ઉપપ્રમુખ રહેલા નેતાઓને પણ પ્રમોટ કરાયા છે. ૩૯ પૈકી એક માત્ર ખેડામાં ધારાસભ્યને પ્રમુખપદની જવાબદારી સોંપાઈ છે. જોકે, નવી નિમણૂકોમાં એક પણ મહિલાને સ્થાન મળ્યું નથી એ હકીકત વચ્ચે અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લા એમ બે પ્રમુખની નિમણૂકો લટકી પડી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter