ભાજપના MLA ગજેન્દ્રસિંહે સંબંધ બાંધ્યાનો યુવતીએ સ્વીકાર કરતો વીડિયો વાઈરલ

Monday 15th February 2021 15:24 EST
 

હિંમતનગરઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે સાબરકાંઠાના પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને સાબરકાંઠા જિલ્લા સહકારી બેંકના ચેરમેન મહેશ પટેલ સામે મહિલા સાથે યોનશોષણના આક્ષેપો થયા છે. તલોદ તાલુકાના ભાજપના યુવા નેતા કિશોરસિંહ ઝાલાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર લાઈવ વીડિયોમાં આક્ષેપો કર્યાં એ પછી ધારાસભ્યે ટિકિટ માટે બ્લેકમેઈલ કરતાં હોવાનો બચાવ કરી પુરાવા રજૂ કરવા પડકાર ફેંક્યો હતો. ઝાલાએ રવિવારે ફરી એફબી લાઈવ થઈને આક્ષેપો કર્યાં હતાં આ સાથે જ ગજેન્દ્રસિંહનો યુવતી સાથેનો બેડરૂમમાં પલંગ પર બેઠેલા હોવાનો સેલ્ફી ફોટો અપલોડ કર્યો હતો.

સંબંધો બાંધ્યાનો સ્વીકાર કરતી યુવતીનો વીડિયો પણ વાઈરલ થયો છે. આ વીડિયોના કારણે માત્ર પ્રાંતિજના ભાજપી ધારાસભ્ય ગજેન્દ્રસિંહની જ નહીં પણ સમગ્ર ભાજપની હાલત શરમજનક રીતે કફોડી થઈ ગઈ છે. વીડિયોમાં યુવતી દલિત સમાજને ઉલ્લેખીને કહે છે કે, પ્રાંતિજના ધારાસભ્યે ગાંધીનગરમાં ધારાસભ્યના કર્વાટરમાં સંબંધ બાંધ્યો હતો. આ કારણસર તેણી ડિપ્રેશનમાં આવી ગઈ હતી. સમાધાન માટે ધારાસભ્યના માણસ પ્રેશર કરતા હતા તેને અને તેની દીકરીને જીવનું જોખમ હોવાથી આ વીડિયો બનાવીને ન્યાયની માગ કરી છે. આવી જ રીતે સહકારી બેંકના ચેરમેન મહેશ પટેલ સામે પણ આક્ષેપો થયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter