ગાંધીનગરઃ ભાજપે બાકી રાખેલા ૩૪ ઉમેદવારોના નામો સોમવારે સવારે ૯ વાગ્યે જાહેર કરતા પાલનપુરથી પેટલાદ વાયા અમદાવાદ-વિરમગામમાં જેમને ટિકિટ મળી તે અને નથી મળી તેવા અનેક ટિકિટવાંચ્છુઓએ દોડધામ કરી મૂકી હતી. છેલ્લા દિવસે ભાજપમાં ભડકો વધે તે પહેલાં જ હાઈકમાન્ડે ડેમેજ કંટ્રોલની કવાયત સ્વરૂપે રવિવારે આખી રાત મોબાઇલ ઉપર જ કન્ફર્મેશન આપ્યા હતા. ભાજપની છેલ્લી યાદીમાં ૧૨ ધારાસભ્યો રિપિટ થયા છે. તો બીજી તરફ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ઉમેદવાર અંગે વિવાદમાં નીમાબહેનની ઉંમર ૫ વર્ષમાં ૩ વર્ષ જ કેવી રીતે વધી? તેનો વિવાદ ચમક્યો છે. ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવતી વખતે ડો. નીમાબહેન આચાર્યે તેમની વય ૬૬ વર્ષ દર્શાવી હતી, જ્યારે ૫ વર્ષ બાદ ૨૦૧૭ની ચૂંટણીમાં એફિડેવીટ દ્વારા ઉમર વર્ષ ૬૯ દર્શાવી છે, જે કઇ રીતે શક્ય બને તે મુદ્દે વાંધો ઉઠાવી કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવનારા આદમ ચાકીએ મીડિયા સમક્ષ પ્રજાને ગેરમાર્ગે દોર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ૨૨મીએ બપોરે કોંગ્રેસના ઉમેદવાર આદમ ચાકીએ ભૂજની ખાનગી હોટેલમાં બોલાવેલી પ્રેસ કોન્ફરન્સ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ ભાજપના ઉમેદવાર ડો. નીમાબહેન આચાર્યની એફિડેવિટમાં ખોટી ઉમર દર્શાવી હોવાના પૂરાવા સાથે લેખિતમાં ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું. ભાજપ અને કોંગ્રેસના બન્ને ઉમેદવારો સામ સામે થઇ ગયા હતા.
૧૨ રિપિટઃ ૧. ઋષિકેશ પટેલ ૨. રજની પટેલ ૩. રજની પટેલ ૪. અશોક પટેલ ૫. ડો. તેજશ્રી પટેલ ૬. કિશોર ચૌહાણ ૭. રાકેશ શાહ ૮. જગરૂપસિંહ રાજપૂત ૯. એચ. એસ. પટેલ ૧૦. સુરેશ પટેલ ૧૧. મધુ શ્રીવાસ્તવ ૧૨. જીતુ સુખડિયા
ચૂંટણી હારેલા રિપિટઃ ૧. જયનારાયણ વ્યાસ ૨. ડો. અતુલ પટેલ ૩. કૌશિક પટેલ ૪. ભરત પટેલ ૫. જીતુ વાઘેલા ૬. કનુભાઈ ડાભી
૪ રિપિટ નહીંઃ ૧. આનંદીબહેન પટેલ ૨. રોહિત પટેલ ૩. આર. એમ. પટેલ ૪. નાગરજી ઠાકોર
ભાજપના મેન્ડેટ પર પહેલીવાર મેદાને: ૧. લાલજી પ્રજાપતિ ૨. શશીકાંત પંડ્યા ૩. લવિંગજી ઠાકોર ૪. અદેસિંહ ચૌહાણ ૫. કનુ કરમશી મકવાણા ૬. ભૂપેન્દ્ર પટેલ ૭. પ્રદીપ પરમાર ૮. રમણ સોલંકી ૯. યોગેશ પટેલ ૧૦. સી. ડી. પટેલ ૧૧. ભરતસિંહ પરમાર ૧૨. જુવાનસિંહ ચૌહાણ ૧૩. શૈલેષ ભાભોર ૧૪. જશુભાઈ રાઠવા ૧૫. સીમાબહેન મોહિલે


