અમદાવાદઃ વર્ષ ૨૦૧૪ની ચૂંટણીની જેમ આ વખતની લોકસભા ચૂંટણીમાં રાજ્યની ૨૬ બેઠકો પર જીત મેળવવા માટે ભાજપ અને આરએસએસ વચ્ચેની બેઠકમાં તાજેતરમાં ગેમપ્લાન ઘડાયો હતો. જેમાં આરએસએસના કાર્યકરોએ ખેડૂતો, મધ્યમ વર્ગ, જ્ઞાતિ આધારિત મતદારો સાથે લોકસંપર્ક શરૂ કરી દીધો છે.

