નવી દિલ્હીઃ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાએ ૨૯મી ઓગસ્ટે જણાવ્યું હતું કે, પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં હાથ ધરાશે. ભાજપની સભ્યસંખ્યામાં આવેલા મોટા ઉછાળાનો ઉલ્લેખ કરતાં નડ્ડાએ જણાવ્યું હતું કે, ભાજપની સભ્યસંખ્યા રૂ. ૧૮ કરોડને પાર કરી ગઈ છે. ૬ જુલાઈ ૨૦૧૯થી વારાણસીથી ભાજપના સભ્યો બનાવવાનું અભિયાન શરૂ કરાયું હતું. ૨૦મી ઓગસ્ટ સુધી ચાલેલા આ અભિયાનમાં પાર્ટીમાં નવા ૭ કરોડ સભ્ય ઉમેરાયા હતા. મેમ્બરશિપ અભિયાન અંગે માહિતી આપતા નડ્ડાએ જણાવ્યું હતું કે, ૧,૮૫,૯૬૫ વિસ્તારકોએ આ અભિયાનમાં ભાગ લીધો હતો. સમાજના તમામ વર્ગના સભ્યો ભાજપ તરફ આકર્ષાયા છે.