ભાજપમાં લોકસભા માટે લોબિંગનો પ્રારંભ

Friday 27th July 2018 08:00 EDT
 
 

ગાંધીનગરઃ કોંગ્રેસનો હાથ છોડી લોકસભાની ચૂંટણીઓમાં કમળ ખીલવવાનો દાવો કરનારા આયાતી નેતાઓના આગમનથી પ્રદેશ ભાજપના નેતાઓ નારાજ છે. ભાજપીઓના જ જણાવ્યા મુજબ મહેન્દ્રસિંહના ભાજપમાં સામેલ થવાથી શંકરસિંહની નારાજગીએ માત્ર દેખાડો છે. બાપુ લોકસભાની ચૂંટણી પહેલાં જ પોતાના પુત્રની જીત સુનિશ્ચિત કરી લેવા માગે છે. તેથી જ બાયડથી ધારાસભ્ય રહી ચૂકેલા મહેન્દ્રસિંહ માટે સાબરકાઠાં લોકસભા બેઠકની માગણી કરાઈ હતી. અમિત શાહે પણ સાબરકાઠાંની બેઠક માટે મહેન્દ્રસિંહને તૈયારી શરૂ કરવાનું કહી દીધું હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે સાબરકાઠાંના હાલના સાંસદ દીપસિંહનું પત્તું કપાય તે નક્કી જ છે. શંકર ચૌધરી, હીરા સોલંકી, આઈ. કે. જાડેજા, નરહરિ અમીન અને ગોરધન ઝડફિયા જેવા નેતાઓએ લોકસભા માટે અત્યારથી લોબિંગ શરૂ કરી દીધું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter