ભાજપી-કોંગ્રેસી કાર્યકરો વચ્ચે દે ધનાધનઃ સ્ત્રીઓ બેહાલ બની

Wednesday 10th April 2019 06:35 EDT
 

સુરતઃ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ચોથીએ બપોરે બાર વાગ્યે કલેક્ટર કચેરી બહાર જ છૂટા હાથની મારામારી થઈ હતી. કોંગ્રેસના કોર્પોરેટર કપીલાબહેન પલ્કેશ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ કોંગ્રેસના ઉમેદવાર અશોક પટેલનું ઉમેદવારી પત્ર ભરવા જિલ્લા સેવા સદન પહોંચ્યા તે વખતે પહેલેથી જ ત્યાં પહોંચી ગયેલા ભાજપના કાર્યકરોએ ગાળાગાળી શરૂ કરી હતી.
એ પછી બંને પક્ષોનાં કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનામાં કપિલાબહેનનું મંગળસૂત્ર અને ઘડિયાળ ખોવાયાનો ઉલ્લેખ પણ તેમણે ફરિયાદમાં કર્યો છે. સામા પક્ષે ભાજપના મહિલા કાર્યકર સંગીતબહેન પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ કોંગ્રેસનો ખેસ પહેરેલી મહિલાઓ મેઘના પટેલ સહિત દસથી બાસ જેટલી મહિલાઓએ તેમના કપડાં ફાડ્યા હતા. ઘટના બાદ ઈજાગ્રસ્ત ૧૪ કાર્યકરોને સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter