ગાંધીનગર: ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુ મહિલાઓને તક આપવાની વાતો વચ્ચે ૨૦૧૨ની સરખામણીએ કોંગ્રેસ અને ભાજપે મળીને આ વખતે મહિલાઓને ફાળવેલી ટિકિટની સંખ્યા જોતાં ૯ ઓછી મહિલાને ટિકિટ આપી છે. ભાજપે ૧૮માંથી માત્ર ૧૨ અને કોંગ્રેસે ૧૩ પૈકી માત્ર ૧૦ મહિલાને ટિકિટ આપી છે. ૨૦૧૨માં ભાજપ અને કોંગ્રેસે મળીને કુલ ૩૧ મહિલાને ટિકિટ ફાળવી હતી. તેમાંથી ૧૬ મહિલા ઉમેદવાર વિજેતા થઈ હતી તો ૧૫ મહિલાની હાર થઈ હતી. ૩૧ બેઠક પૈકી ભાજપે ૧૮ મહિલા ઉમેદવારને ટિકિટ આપી હતી. તેમાંથી ૧૨ બેઠક તેઓ જીત્યાં હતાં અને ૬ મહિલા હારી હતી. તેની સામે કોંગ્રેસે ૧૩ મહિલાને ટિકિટ ફાળવી હતીસ તેમાંથી ૪ મહિલા વિજેતા થઈ હતી. હડફમાં કોંગ્રેસના સવિતાબહેન ખાંટ જીત્યા પરંતુ પરિણામ જાહેર થયાના દિવસે તેઓનું અવસાન થયું પછી ત્યાં પેટાચૂંટણીમાં ભાજપનાં નિમીષાબહેન સુથાર વિજેતા હતાં.


