ભાજપે ૩૦ બેઠકના ઉમેદવાર નક્કી કર્યા

Wednesday 15th November 2017 07:06 EST
 

ગાંધીનગરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઉમેદવારોની પસંદગી માટેની પેનલને આખરી ઓપ આપ્યો છે. સૂત્રોની માહિતી મુજબ ૩૦થી વધુ બેઠક પર ૩ની પેનલમાંથી એક ઉમેદવારનું નામ નક્કી કરાયું છે, જેમાં કેબિનેટ કક્ષાના અને રાજ્ય કક્ષાના પ્રધાનોનાં નામો સહિત વ્યક્તિગત ઈમેજને કારણે પોતાના દમ પર ચૂંટણી જીતી શકે તેવા નામોની પસંદગી કરાઈ છે.
પસંદગીના ઉમેદવારો

  • રાજકોટ (પશ્ચિમ) - વિજય રૂપાણી
  • મહેસાણા નીતિન - પટેલ
  • ધોળકા - ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
  • વટવા - પ્રદિપસિંહ જાડેજા
  • પોરબંદર - બાબુ બોખીરિયા
  • માંગરોળ - ગણપત વસાવા
  • ચાણસ્મા - દિલીપ ઠાકોર
  • વાવ - શંકર ચૌધરી
  • જામજોધપુર - ચીમનભાઈ સાપરીયા
  • જેતપુર - જયેશ રાદડીયા
  • ગઢડા - આત્મારામ પરમાર
  • હાલોલ - જયદ્રથસિંહ પરમાર
  • ભાવનગર (ગ્રામ્ય) - પરસોત્તમ સોલંકી
  • આણંદ - રોહિત પટેલ
  • ભાવનગર (પશ્ચિમ) - જીતુ વાઘાણી
  • સિદ્ધપુર - જયનારાયણ વ્યાસ
  • ઈડર - રમણલાલ વોરા
  • રાજુલા - હીરા સોલંકી
  • લાઠી - બાવકુ ઉંધાડ
  • શહેરા - જેઠા ભરવાડ
  • અંજાર - વાસણ આહિર
  • દસક્રોઈ - બાબુભાઈ પટેલ
  • જૂનાગઢ - મહેન્દ્ર મશરૂ
  • ભરૂચ - દુષ્યંત પટેલ
  • મજૂરા - હર્ષ સંઘવી
  • વાઘોડિયા - મધુ શ્રીવાસ્તવ

મહિલા ઉમેદવારો
ભાવનગર (પૂર્વ) - વિભાવરીબેન દવે
લિંબાયત - સંગીતા પાટીલ
વડોદરા શહેર - મનીષા વકીલ
વિરમગામ - ડો. તેજશ્રીબેન પટેલ
૫-૫ની પેનલ
અમિત શાહે છેલ્લી ઘડીએ ૨૦થી ૨૨ બેઠક પર ૫ ઉમેદવારની પેનલ તૈયાર કરી છે. સ્વચ્છ છબિ ધરાવતા યુવાનોના ડિટેઇલ રિપોર્ટની ફરી સમીક્ષા કરાઈ છે. જેને જ્ઞાતિના આધારે સ્થાન અપાઈ શકે છે. એવું તારણ હાલમાં તો રાજકીય નિષ્ણાતો દ્વારા કાઢવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter