ભૂગર્ભજળ નીચે ગયાં: રાજ્યમાં ૧૫,૭૫૭ હેન્ડપમ્પ નકામા

Wednesday 08th May 2019 06:00 EDT
 

અમદાવાદઃ એક તરફ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થયો તો બીજી તરફ ઉનાળામાં આકાશમાંથી આગ ઓકતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આવામાં પાણીના પોકારો ઊઠ્યા છે. જળસ્તર નીચે જતાં ગ્રામ્ય વિસ્તારોમાં કૂવામાં જ નહીં, હેન્ડપંપો ય નકામા બન્યાં છે. આ પરિસ્થિતિ નિર્માણ થતાં ગ્રામીણ મહિલાઓએ એક એક બેડું પાણી લેવા આમથી તેમ ભટકવું પડે છે. ગુજરાતમાં ૧૫,૬૫૭ હેન્ડપંપોમાં પાણીનું ટીપું ય આવતું નથી.
રાજ્યના ઘણા ગામડાઓમાં હેન્ડપંપથી લોકો પીવાનું પાણી મેળવે છે. આ વર્ષો ઓછો વરસાદ વરસ્યો છે જેના કારણે ડેમોમાંય પાણી રહ્યું નથી. પાણીથી છલોછલ ડેમો ભરઉનાળે ક્રિકેટ સ્ટેડિયમમાં તબદિલ થયા છે. ખુદ સરકારનો રિપોર્ટ છે કે વર્ષ ૨૦૧૮માં આખાય ગુજરાતમાં ૧૫,૭૫૭ હેન્ડપંપ નકામા બન્યા છે. દાહોદ જિલ્લામાં સૌથી વધુ ૩૦૩૪, સુરતમાં ૧૦૫૫, રાજકોટમાં ૯૩૩, ભાવનગરમાં ૯૨૯, અમરેલીમાં ૧૫૧૦, મોરબીમાં ૮૨૪, સુરેન્દ્રનગરમાં ૭૬૦, બનાસકાંઠામાં ૧૨૧૯, જામનગરમાં ૪૭૫, જૂનાગઢમાં ૪૫૫, સાબરકાંઠામાં ૫૦૨, અરવલ્લીમાં ૪૪૬, પંચમહાલમાં ૨૬૮, તાપીમાં ૭૪૫ હેન્ડપંપ કોઈ કામના રહ્યાં નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter