આ મુરબ્બી છે વડોદરાના 80 વર્ષના પ્રકાશ આદી. તેમણે પુરવાર કરી દેખાડ્યું છે કે, કોઈ પણ ઉમરે કંઈ પણ શક્ય છે. તેમને મેરેથોન દોડવાનો એવો જુસ્સો છે કે મુંબઈ, દિલ્હી સહિત દેશના અનેક નાના-મોટા શહેરોમાં દોડી ચૂક્યા છે. તાજેતરમાં તેઓ નાસિકના સપ્તશ્રૃંગગઢમાં માતાજીના દર્શન કરવા માટે 86 કિમીનું લાં...બુ અંતર દોડીને પહોંચ્યા હતા. આ પૂર્વે ડિસેમ્બરમાં પૂણેથી સિંહગઢ સુધીની 75 કિમીની મેરેથોન પૂરી કરી હતી. તેઓ બાસ્કેટબોલના આંતરરાષ્ટ્રીય રેફરી પણ રહી ચૂક્યા છે.