અકસ્માતમાં એક જ પરિવારનાં ચારનાં મૃત્યુ

Wednesday 11th April 2018 07:43 EDT
 

ભાવનગર: તળાજા તાલુકાના શોભાવડ ગામના બારૈયા પરિવારના સભ્યો ઇકો કાર લઇને ઊંચા કોટડા દર્શન કરીને નવમી એપ્રિલે સુરત જવા નીકળ્યા હતાં. વહેલી સવારે વડોદરાના પાદરા તાલુકાના કુરાલ ગામ નજીક કાર ટ્રક સાથે અથડાતાં ધીરુભાઇ રવજીભાઇ બારૈયા (ઉ. ૩૪) તેમનાં પત્ની પ્રભાબહેન (ઉ. ૩૩), તેમનાં પુત્ર વિવેક અને ટીમાણાના કાર ચાલક વિશાલભાઇ માધાભાઇ બારૈયાનું ઘટનાસ્થળે મૃત્યુ થયાં હતાં. આ અકસ્માતમાં ધીરુભાઇના મોટા પુત્ર કૌશિક તથા એક વિજયભાઇ સરવૈયાને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter