આઈટી અધિકારીએ હત્યા કરીને દાટેલી પત્નીની લાશ મળી

Wednesday 25th April 2018 08:08 EDT
 

વડોદરાઃ રાજસ્થાનના કઠુમારના અને વડોદરા ઇન્કમટેક્સમાં ઇન્સ્પેક્ટર લોકેશકુમાર ચૌધરીએ ભરતપુરની યુવતી મુનેશ ફૌજદાર સાથે ફેબ્રુઆરી ૨૦૧૭માં લગ્ન કર્યા હતાં. લોકેશને અન્ય યુવતી સાથે પ્રેમ હતો. લોકેશકુમારે આ યુવતી સાથે લગ્ન કરવા માટે મિત્ર પરિવન્દરની મદદથી પત્ની મુનેશની હત્યા કરી ઘરના કંપાઉન્ડમાં જ લાશ દાટી દીધી હતી. પોલીસમાં મુનેશના લાપતા થયાની  ફરિયાદ નોંધાયા પછી મુનેશના છેલ્લા કોલના આધારે લોકેશ શંકાના ઘેરામાં આવી ગયો હતો. પોલીસે વધુ તપાસ કર્યા પછી રવિવારે પોલીસ લોકેશકુમારના ઘરે પહોંચી હતી અને તેની હાજરીમાં જ લોકેશકુમારના વડોદરામાં આવેલા મકાનના કંપાઉન્ડમાંથી મુનેશની લાશ ખોદી કાઢવામાં આવી હતી. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter