કેવડિયા કોલોનીઃ ‘એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકારાનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.’ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનમેદનીને સંબોધતા કહ્યું હતું.
વડાપ્રધાન મોદીના હસ્તે 25 નવી ઈ-બસોને ફ્લેગ ઓફ આપીને પ્રવાસીઓ માટે સુવિધાસભર અને હરિત પરિવહન સેવા શરૂ કરવામાં આવી હતી. લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન હરિત ધ્વજ લહેરાવી નવી ઈ-બસોને એકતા નગરના માર્ગો પર દોડવાની મંજૂરી આપી હતી.
અનેકવિધ સેવાનું લોકાર્પણ
થ્રી-સ્ટાર અને 4 સ્ટાર હોટેલ • સરદાર સરોવર નર્મદા નિગમના ક્વાર્ટર્સ • હોસ્પિટલિટી ડિસ્ટ્રીકટ ફેઝ-1 • 25 ઇ-બસ • સાતપુડા પ્રોટેક્શન વોલ અને રિવરફ્રન્ટ • વામન એકતા દ્વાર (ફેઝ-2) • વૃક્ષ વાટિકા (બોન્સાઇન ગાર્ડન) • વોક વેથી 7 મીટર આરસીસી રોડ (લીંબડી ગામથી ડાયક) • સ્માર્ટ બસ સ્ટોપ (ફેઝ-2)
• કૌશલ્ય પથ (6મીટર આરસીસી રોડ) • નર્મદા ડેમ રેપ્લીકા અને ગાર્ડન • બિરસા મુંડા ભવન
વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ
• રોયલ કિંગડમ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયા • વિઝિટર સેન્ટર • વીર બાળક ઉદ્યાન • એક્સટેન્શન ટ્રાવેલેટર ઓફ સ્ટેચ્યુ ઓફ યુનિટી • સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ • 24મીટર કોલોની રોડ • રેન ફોરેસ્ટ • ડેવલોપમેન્ટ ઓફ જેટી • ડેવલોપમેન્ટ ઓફ CISF બેરેક


