કળિયુગના ‘વેતાળ’

Tuesday 30th July 2024 05:16 EDT
 
 

આ તસવીર તો ખરેખર ચોંકાવી દે તેવી છે. કાદવમાં પગ ના ખરડાય તે માટે સુરતના ડેપ્યુટી મેયર વેતાળની જેમ ફાયર સબ ઓફિસરના ખભે ચડી બેઠા છે. વાત એમ છે કે સુરતમાં પરવટ પાટિયા પાસે ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ ચાર દિવસે મળ્યો હતો. પાણી ઓસરતાં જ ભાજપ નેતાઓ અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ આવી પહોંચ્યા હતા. ફૂટપાથ અને રોડ વચ્ચેની માત્ર બે ફૂટની જગ્યામાં સામાન્ય કાદવ હતો. આ જોઇને ફાયર સબ ઓફિસરે ડેપ્યુટી મેયરને કહ્યું કે ‘હું તમને લઈ જઉં?’ અને જૂઓ, ડેપ્યુટી મેયર પણ કેવા શરમ-સંકોચ વગર બે પગ ઊંચા કરી વેતાળની જેમ ઓફિસરના ખભે ટિંગાઈ ગયા હતા. આ છે આપણા લોકપ્રતિનિધિઓ...




to the free, weekly Gujarat Samachar email newsletter