કોરોનાની રસી વિક્સાવવા NDDB ગ્રિફિથ યુનિ. સાથે સહયોગ સાધશે

Friday 24th April 2020 15:30 EDT
 

આણંદઃ કોરોના વાઇરસ કોવિડ-૧૯ની રસી વિક્સાવવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ - એનડીડીબીની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની હૈદરાબાદ સ્થિત ઈન્ડિયન ઈમ્યુનોલોજિકલ લિ. આઈઆઈએલ ઓસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટી સાથે સહયોગ સાધશે.
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીબીબી) અને ઈન્ડિયન ઈમ્યુનોલોજિકલ લિ. (આઈઆઈએલ)ના ચેરમેન દિલીપ રથે આ અંગે તાજેતરમાં એવું જણાવ્યું કે, આ અત્યંત મહત્ત્વપૂર્ણ આંતરખંડિય સહયોગ ગણવામાં આવે છે. આ જોડાણમાં આઈઆઈએલ અને ગ્રિફિટ યુનિ.ના વૈજ્ઞાનિકો અત્યાધુનિક કોડોન ડી ઓપ્ટિમાઈઝેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને લાઈવ એટેન્યુએટેડ સાર્સ સીઓવી-૨ વેક્સિન અથવા તો કોવિડ-૧૯ની રસીને સંયુક્તપણ વિકાસાવશે. આ ટેકનોલોજી ઉન્નત સલામતી પ્રોફાઈલની સાથે મનુષ્યોમાં કોરોના વાયરસ વિરુદ્ધ રસીકરણના રોગનિરોધી, સક્રિય સિંગલ ડોઝ માટેની રસી વિક્સાવવા આશાસ્પદ જણાઈ રહી છે.
આ રસી લાંબાગાળાની સુરક્ષા પૂરી પાડશે તેવી અપેક્ષા છે. આ સંશોધન પૂર્ણ થવા પર આ રસીના સ્ટ્રેઈને આઈઆઈએલમાં લાવવામાં આવશે અને આગળ ઉપર તબીબી પરીક્ષણો હાથ ધરવા માટે આ રસીના નિર્માતાઓ દેશના નિયામક સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન અનુસાર કામ કરશે. જે કામગીરીને તબક્કાવાર રીતે હાથ ધરશે. આઈઆઈએ એ પશુચિકિત્સા જીવવિજ્ઞાનમાં એક અગ્રણી સંસ્થા છે અને તે જાહેર સ્વાસ્થ્યની ગંભીર આવશ્યક્તાને સંતોષવા માટે પ્રતિબદ્ધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter