ક્રિકેટ સટ્ટાકાંડમાં ટોમી અને કિરણની ધરપકડઃ

Wednesday 15th April 2015 08:22 EDT
 

વડોદરા નજીક સિકંદરપુરાથી તાજેતરમાં ઝડપાયેલા રૂ. ૪ હજાર કરોડના ક્રિકેટ સટ્ટા અને હવાલા કૌભાંડમાં ફરાર બે આરોપીઓ ટોમી પટેલ અને કિરણ માલા ઠક્કરની એસઓજીની ટીમે રાજસ્થાનથી ધરપકડ કરી છે.

વડતાલ મંદિરમાં દેવપ્રકાશ સ્વામી જૂથને ફરીથી સત્તાઃ વડતાલના લક્ષ્મીનારાયણ દેવ મંદિર ટ્રસ્ટી બોર્ડની ૭ બેઠકોની ચૂંટણીમાં સંત વિભાગની ૧ અને ગૃહસ્થ વિભાગની તમામ ૪ બેઠકો મળી કુલ પાંચ બેઠક પર દેવપ્રકાશ સ્વામી સમર્થક પેનલે જંગી મતોથી વિજય મેળવ્યો છે. આથી પાંચ વર્ષ માટે દેવપ્રકાશ સ્વામી જૂથને ફરી સત્તા મળી છે.

સંજય પટેલના અંતિમ સંસ્કાર અમેરિકામાંઃ અમેરિકાના ન્યૂ હેવન સિટીમાં ગત સપ્તાહે સાંજે સીટગો ગેસ સ્ટેશનનાં સ્ટોર ક્લાર્ક તરીકે કામ કરતા મૂળ બોરસદના સંજય પટેલની લૂંટના ઈરાદે હત્યા થઇ હતી. આ અંગે સંજય પટેલનાં નાના ભાઈ રાજેશ પટેલે જણાવ્યું કે વતનમાં અંતિમ સંસ્કાર માટે અમે પ્રયાસો હાથ ધર્યા હતા અને તેમાં અમે ભારત સરકાર પાસે જાહેર મદદ માગી હતી, પરંતુ અમેરિકાના ચરોતરનાં પટેલે પરિવારનાં મોભીએ સંજયનાં માતા-પિતાને સંજયના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવા જણાવ્યું હતું, અને સમગ્ર ભારતીય સમાજ તેમની સાથે હોવાનું જણાવ્યું હતું અને સંજયનાં મૃત્યુ અંગે ન્યાય અને આરોપીઓની ધરપકડ કરી પગલા ભરવાની માગ કરી હતી. સંજયભાઇના માતા-પિતા મંજુલાબેન અને પિતા વિનુભાઈ અંતિમ વિધિ માટે અમેરિકા મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




to the free, weekly Gujarat Samachar email newsletter