ક્રિકેટની વિજેતા ટીમના દરેક પ્લેયરને વાછરડીની ભેટ

Wednesday 07th June 2017 08:26 EDT
 
 

વડોદરાઃ ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગ કરતા રબારી સમાજના ઓલ ગુજરાત સ્ટુડન્ટ ગ્રુપ (એજીએસજી) દ્વારા ગૌહિત માટે ક્રિકેટ મેચની વિજેતા ટીમના સભ્યોને એક-એક વાછરડી ભેટ આપવાનો નવતર અભિગમ અપનાવાયો છે. તાજેતરમાં રબારી સમાજના વિદ્યાર્થીઓએ વડોદરામાં વડવાળા પ્રીમિયર લિગનું આયોજન કર્યું હતું. જેમાં વડોદરા શહેર ઉપરાંત જંબુસર, કરખડી, રાજપીપળા, રાજપારડી, કરજણ, આમોદ સહિતના વિસ્તારની રબારી સમાજની ૨૪ ટીમોએ ભાગ લીધો હતો. બીજીએ આ મેચની ફાઈનલ લાલબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાઇ હતી.
ફાઈનલ મેચમાં ગાજરાવાડી કાઉ બોય અને વાઘોડિયા રોડની રોયલ રાયકા વચ્ચે જંગ ખેલાતાં ગાજરાવાડીની ટીમ જીતી હતી. વિજેતા ટીમને સુરેન્દ્રનગરના દૂધઇના વડવાળા મંદિરના ગાદીપતિ પૂ. રામબાલક બાપુના હસ્તે એક એક વાછરડી અપાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter