ખંભાતમાં ખેડૂતના ઘરમાંથી રોકડા ૩.૨૫ કરોડ મળ્યા

Friday 09th April 2021 05:29 EDT
 

આણંદઃ ખંભાતના ખારોપાટ કુમાર ફળિયામાં રહેતા રાજેશકુમાર પટેલના ઘરમાં ગેરકાયદે છુપાવી રાખેલા રોકડા રૂ. ૩.૨૫ કરોડ આણંદ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપે (એસઓજી) જપ્ત કર્યા છે.અહેવાલ અનુસાર, રાજેશકુમારના ઘરમાં રિનોવેશન કામગીરી દરમિયાન તોડફોડ ચાલી રહી હતી. આ દરમિયાન બીજી એપ્રિલે રૂમની તિજોરીમાંથી ૨ હજારની ચલણી નોટોનાં ૫૦ બંડલ, રૂ. ૫૦૦ના દરની નોટોનાં ૪૫૦ બંડલ સહિત કુલ ૩.૨૫ કરોડની રોકડ નીકળી પડી હતી. આ ઘટનાની જાણ થતાં જ એસઓજી ટીમે ત્યાં પહોંચી જઇને પૂછપરછ હાથ ધરી હતી. જોકે આ સમયે રાજેશ પટેલ ઘરે મળ્યા ન હતા. પુછપરછમાં રાજેશ પટેલના પત્નીએ જણાવ્યું હતું કે, આ નાણાં લંડનમાં રહેતા પુત્ર ધવલે સંબંધીઓ થકી મોકલાવ્યા હતા. આ જંગી રોકડના મૂળમાં હવાલા કૌભાંડ તો નથીને તે મુદ્દે તપાસ હાથ ધરાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter