ગામડાં લોકડાઉન – ગાડાં, વૃક્ષનું થડ મૂકી માર્ગો બંધ કરી દેવાયા

Wednesday 01st April 2020 06:48 EDT
 

બારડોલી: વર્ષો પહેલા ગામડામાં બળદ ગાડાઓનું ચલણ હતું ત્યારે બળદગાડા આડા કરી આડાશ કરતી હતી. ત્યારે હાલ તાપી જિલ્લાના અંતુર્લી ગામે કોરોના વાઈરસના સંક્રમણથી અટકાવવા ગાડા રસ્તા પર મૂકીને ગામમાં પ્રવેશનો માર્ગ બંધ કર્યો છે. કોરોનાનું સંક્રમણ ગામોમાં ન પહોંચે તે માટે માંડવી તાલુકાના અંતરિયાળ ગામોમાં વૃક્ષના થડની આડાશ કરી રસ્તા બંધ કરી દેવાયા છે. શહેરોમાંથી હીજરત કરીને મોટી સંખ્યામાં લોકો ગામડામાં જઇ કહ્યાં છે ત્યારે ગામડાના લોકોને આવા ગામમાં ઘુસતા કોરોનાગ્રસ્ત લોકોને અટકાવવા માટે આ જૂનો રસ્તો શોધી કાઢ્યો છે.




to the free, weekly Gujarat Samachar email newsletter